તમે ચાંદ છો.(ગઝલ)

(61)
  • 2.9k
  • 4
  • 639

૧.તમે ચાંદ છો, દાગ ના લાગે એની ખબર રાખું છુંખરૂ પૂછો તો આપનું જ એક ધ્યાન રાખું છું.ઉરમાં ઉછળે છે દર્દના ભયંકર દરિયાઓછતા અધરો પર ગજબ મુસ્કાન રાખું છું.દિલફાડીને આપ ચાહો છો બેશુમાર મનેદોસ્તો વચ્ચે એટલે અજબ ગુમાન રાખું છું.છું માનવી માટીનો માટીમાં ભળી જવાનો છુંમાણસાઈ ન લાજે એથી એનું ભાન રાખું છું.શબ્દ તીર છે તલવાર છે ને તારણહાર છેકેટલાંક શબ્દોની એટલે મ્યાન રાખું છું૨.હજું હમણાં જ એમને મળીને આવ્યો છુંજાણે સ્વર્ગમાં વિહાર કરીને આવ્યો છું.ગઈકાલે હતો જે સળવળાટ દિલમાંઅબઘડી એને શાંત પાડીને આવ્યો છું.અહાહા! શું મ્હોર્યું'તું વદન માશૂકાનું!દીદારે દીદારે દિલને ન્યાલ કરીને આવ્યો છું.કેવો ગજબ અચંબો લઈને આવ્યો છું!એક