આપણી જીંદગી સસ્તી નથી. માણસ તરીકે જન્મ લેવો એ અહોભાગ્યની વાત છે. પણ માનવી પોતાનું આખું જીવન સ્વાથૅ , ઈષાઁ અને બદલા લેવામાં વીતાવી દે છે. સાચું જીવન તો જે પરમાથૅ માટે કામ કરવામાં આવે તે છે. જીવનના ઘણાં પ્રસંગોમાં આપણને ઈશ્વરીય સંકેત મળતો હોય છે. એને જો માણસ સમજી જાય તો જીવન તીર્થ બની જાય છે. અંતરના ઉંડાણેથી કાવ્યસંગ્રહમાં કંઈક આવી જ વાત છે.