ઈનલ એક સમય હતો કે જ્યારે જે રાજાને પસંદ આવી જાય તે રાજાનું.. આનંદ નામની નગરીના રાજા ધરમ એક દિવસ પોતાના રાજ્યની સફર કરવા નીકળ્યા, સફર દરમ્યાન તેની નજર એક ગુલાબના છોડ પર પડી જેમા ખુબ સુંદર ગુલાબ ખીલેલું હતુ જેને જોઈ રાજા મોહિત થઈ જાય છે ને તેની સાર-સંભાળ રાખવા ત્યા એક ચોકીદાર લગાવી દે છે, આ દ્રશ્ય સામે ઊભેલ નાનકડી બાળકી જોઈ છે. થોડાં વર્ષ બાદ ધરમ રાજા મૃત્યુ પામ્યા ને પરંપરા અનુસાર તેમના પુત્ર ધ્રુવ આનંદ નગરીના રાજા બન્યા. ધ્રુવ રાજા તેમના સાથીઓ સાથે રાજ્યની સફરમાં નીકળ્યા, પુરા રાજ્યની સફર બાદ પોતાના મહેલ તરફ જતા તેમની નજર