હતી એક પાગલ..!!:-ભાગ 11 શિવ દ્વારા પોતે આગળ ઘાયલ સાહેબની કોઈ રચના નથી જાણતો એની કબુલાત પછી હવે સભાખંડમાં હાજર સૌ માહી તરફ મીટ માંડીને બેઠાં હતાં..જો માહી ઘાયલ સાહેબની કોઈ રચનાને પ્રસ્તુત કરશે તો આ રાઉન્ડની સાથે આ સ્પર્ધામાં પણ એનાં શિર પર વિજેતાનો સહેરો સજશે એ નક્કી હતું. બધાં ને એમ હતું કે માહી નક્કી કોઈ ગઝલ સંભળાવશે અને આ સ્પર્ધા જીતી જશે પણ બધાંની ધારણાથી વિપરીત માહી એ ત્રિવેદી સર ને ઉદ્દેશીને કહ્યું. "સર,હું પણ ઘણાં પ્રયત્ન છતાં ઘાયલ સાહેબની કોઈપણ રચના યાદ કરવામાં અસમર્થ નીવડી રહી છું..એટલે તમે એમ સમજો કે હું પણ હવે