૭. લક્ષ્મીનું અંતરમન છોડી દો, એને છોડી દો, ન મારશો, એને કાઇં ન કરશો, હુ તમારા હાથ જોડુ છુ. લક્ષ્મી હિબકા ભરી ભરીને રડતી હતી. લક્ષ્મીના આ રડતા અવાજે સંજયને એકદમ જગાડી દીધો. હજુ પણ છોડી દો, એને છોડી દો, ન મારશો, ની આજીજીઓ લક્ષ્મી કરતી હતી. હજુ તો મધ્યરાત્રિ જ થઇ હતી અને લક્ષ્મીના રુદન નો આ અવાજ. સંજયે લક્ષ્મીને કદી રુદન કરતા સાંભળી નહોતી. લક્ષ્મીની આંખમા પાણી આવે તે સંજય સહન કરી શકતો નહિ અને અત્યારે તે જ લક્ષ્મી હિબકા ભરી ભરીને રડતી હતી. એક છલાંગ મારીને સંજય તેની પથારીમાથી ઊભો થઇ