લાઇમ લાઇટ ૫

(254)
  • 7.5k
  • 3
  • 4.6k

લાઇમ લાઇટ -રાકેશ ઠક્કર પ્રકરણ- ૫ રસીલી પ્રકાશચન્દ્રની ઘણીવાર સુધી રાહ જોયા પછી એકલી બેઠી હતી. તે ભૂતકાળમાં સરવા લાગી. એક નાનકડા ગામમાં જન્મેલી રસીલીની મા સુનિતા તે તેર વર્ષની હતી ત્યારે જ ઘર છોડીને જતી રહી હતી. પિતા જશવંતભાઇ દારૂના રવાડે ચઢી ગયા પછી તેને કામ કરવા મોકલતા હતા અને પૈસા માટે મારઝૂડ કરતા હતા. દસ વર્ષની રસીલી માની વેદના સમજતી હતી. પણ કંઇ બોલી શકે એમ ન હતી. સુંદર અને ઘાટીલા શરીરવાળી મા ધીમે ધીમે ફિક્કી પડી રહી હતી. એક દિવસ સુનિતા તક મેળવીને ભાગી ગઇ હતી. તે કોઇની જોડે ભાગી ગઇ હતી એ