1970 ની એક સવારે લગભગ સાડા દસ વાગ્યા હતા.દેવપૂર ગામ ની મુખ્ય બજાર માં માણસ ખૂટતું નહતું.કોઈ સાઇકલ લઈ ને ,કોઈ પગે ,કોઈ ઘોડાગાડી માં ,કોઈ કપડાં ની ખરીદી કરતુ હતું ,કોઈ કરિયાણા ની દુકાન પર ,કોઈ બે – પાંચ પૈસા માટે ધમાલ કરતા હતા,નાના બાળકો રમકડાં માટે જીદ કરતા હતા,કોઈ પાન ના ગલ્લા પર બેઠા ફડાકા મારતા હતા,“ભાઈ કાલે તો આ પાડોશી ગામ નો ઉકો મને કે 'કે આ શેઢો તું દબાવે છે એટલે મારે ફરી જમીન માપણી કરવાની છે તારે શું કરવાનું છે બોલ...?”“મે પણ ચોખું કહી દીધું તારે જે કરવું હોય તે કર પણ જો મારી જમીન