સંભવામિ યુગે યુગે ભાગ ૨૦

(73)
  • 4.4k
  • 4
  • 2k

સોમ ના હાથમાં હતું વયં રક્ષામઃ. આચાર્ય ચતુરસેન ની અદભુત લેખનકળાથી તે અભિભૂત થઇ ગયો. મોડી રાત સુધી તે પુસ્તક વાંચવામાં વિતાવી હતી છતાં તે ધરાયો નહોતો. બીજા દિવસથી તેણે પોતાની દિનચર્યા પહેલાના જેવી કરી દીધી . તે કોલેજ જતો લેક્ચર અટેન્ડ કરતો અને પાછા વળતી વખતે લાઇબ્રેરીમાંથી રાવણ વિશેનું પુસ્તક લઇ આવતો . તેણે જેટલા અર્પણ પુસ્તકો વાંચ્યા તેમાં રાવણ વિષે હકીકતો લખી છે કે કાલ્પનિક વાતો તેની ખબર પડતી ન હતી કારણ રાવણ પાંચ હાજર વર્ષ પહેલા થઇ ગયો અને પુસ્તકો અત્યારના લેખકોએ લખેલા હતા . એવામાં તેને સીટી લાયબ્રેરીમાંથી વાલ્મિકી રામાયણ મળી આવ્યો તેમાં રાવણ નો