ક્ષિતિજ ભાગ-20સોમવારે સગાઇ માટે આશ્રમનાં ગાર્ડન માં તૈયારીઓ થવા લાગી.રસ્તામાં પ્રેમજી ભાઇ એ બાબુભાઈ ના દિકરા ની વાત હર્ષવદનભાઇ ને જણાવી . નિયતિ પણ નિયમ મુજબ આશ્રમે હાજર થઈ ગઇ. અને સીધી હર્ષવદનભાઇ ના રુમ પર પહોંચી. હર્ષવદનભાઇ કોઈ ની સાથે ફોન પર વાત કરી રહ્યા હતાં .એટલે એ ત્યા દરવાજે જ અટકી ગઇ .હર્ષવદનભાઇ કંઈ બોલી રહ્યા હતાં.. “ ચિંતા ન કર બેટા હું એમને મનાવી લઇશ. કાલે તું ક્ષિતિજ ની સગાઈમાં હાજર રહેજે. હુ કાલે જ એમને તારી સાથે મોકલી આપીશ. “વાત કરતાં કરતાં જ એ દરવાજા સામે ફર્યા. ત્યા નિયતિ ઉભી હતી. એટલે એમણે વાત ટુંકાવી. “ અરે.!! નિયતિ