ખુમારી-૨

(58)
  • 3.2k
  • 10
  • 1k

                      એણે આગળ વધાર્યુ;" ઘરવાળો ગુજર્યો ને મારે માથે દુ:ખના પહાડ ઉતર્યા! હું સાવ જ નિરાધાર થઈ. આંખે આંસું અને અધરેથી દર્દ નીતરતું હતું. એક તો એ ગયા એનું કારમું દુ:ખ હતું  ને બીજું જે હયાત મૂકી ગયા હતાં એ મારી આ દીકરીની જાળવણીનું, સાચવણીનુ, ઉછેરનું, એને આબાદ રાખવાની પારાવાર પીડા ઉમેરાણી. આભ તૂટી પડ્યા જેવી વલે થઈ! પણ મે હિંમત રાખી.સાયબ, સંસાર કેટલો  અસાર થઈ ગયો છે એની આપને તો જાણ હશે જ. આજના વિકસતા જુગમાં જો કોઈ ચીજનું સૌથી વધારે મૂલ ચૂકવવું પડતું હોય તો એ છે ઓરતોની આબરૂનું!