જીવનસાથી

(28)
  • 3.5k
  • 3
  • 896

રીતુ અને પવન ના અરેંજમેરેજ થયા હતા, પવન એક કંપની માં કામ કરતો હતો અને સારૂ એવુ કમાતો હતો એટલે રીતુ એ પોતાનું બધું ધ્યાન બંને બાળકો મેઘ અને માહેર ને મોટા કરવા અને ઘર સાચવવા પર જ આપતી. મેઘ અને માહેર બંને પરાણે વ્હાલા લાગે એવા ક્યુટ હતા.જુડવા હતા એટલે બંને જુનિયર કેજીમાં સાથે જ ભણતા હતા. સાંજે પવન આવ્યો અને રીતુને કહે પપ્પા બિમાર છે મેલેરિયા થઇ ગયો છે તો તુ કાલે સવારે ની ટ્રેનમાં જ નિકળી જા અને પંદરેક દિવસ તેમની સાથે રહી આવ તો મમ્મી ને પણ મદદ રહેશે.