ઈન્ફોર્મેશન ટેક્નોલોજી

(14)
  • 2.6k
  • 5
  • 651

ઇન્ફોર્મેશન ટેક્નોલૉજી સંજના સાત વગાતા બારણાં પર ડોરબેલનો અવાજ સંભળાયો. સુમને રસોડામાથી હાથ લૂછતા લૂછતા આવી બારણું ખોલ્યું. આદિત્ય અંદર પ્રવેશ્યો. સુમને હસતાં ચહેરે તેના હાથમાથી બેગ લીધી. અને પાણી આપ્યું. થોડીજ વારમાં સુમન આદિત્ય માટે ચા બનાવી લાવી. આદિત્યએ બેઠકખંડના સોફા પર બેસી છાપું વાંચતાં વાંચતાં ચા પીધી. સુમન હંમેશા આદિત્ય સાંજે ઘરે આવે ત્યારે શાંત રહેતી. પતિ ઘરે આવે કે તરત જ તેના પર સમસ્યાઓ અને આપવીતીનો વરસાદ કરવો એ સુમનનો સ્વભાવ ન હતો. જ્યારે ઘરે આવી તરત જ ટી.વી.માં દેશ દુનિયઆના સમાચાર મેળવવા એ આદિત્યનો સ્વભાવ હતો. નાનપણથી આદિત્ય ભણવામાં હોશિયાર. સી.એ. પૂરું કર્યું કે તરત