પ્રપોઝ-1

(48)
  • 9.4k
  • 10
  • 5.8k

પ્રપોઝ ----------------- રાત્રિના અગ્યાર વાગ્યે ફરીવાર તેણે પોતાના ઘરની બિલકુલ સામે માત્ર ત્રીસ ફૂટના અંતરે આવેલા નેહલના ઘર તરફ નજર કરી. દરવાજામાં જ પોસ્ટમેન માટે પત્ર નાખવાની એક તિરાડ બનાવેલ હતી. એ તિરાડમાંથી પાંચ મિનિટ પહેલા દેખાઈ રહેલ ટ્યુબલાઇટનું દુધિયા અજવાળું અત્યારે નહોતું દેખાઈ રહ્યું.મતલબ કે કોઈ એ દરવાજાની પાછળથી એને નિહાળી રહ્યું હતું.અને પોતે જાણતો હતો કે એ નેહલ જ હતી.એક ઊંડો શ્વાસ લેતા તેણે મનોમન કાંઈક વિચાર્યું. અને પોતાના ઘરનો દરવાજો ભીડ્યો. એના દિમાગમાં ધમાસાણ મચ્યું હતું. અને કાંઈક ખાલીપો સર્જાયો હતો. મુઠ્ઠીમાં ભીંસાયેલ અને પરસેવાથી ભીનો થઇ ચૂકેલ પત્ર જાણે એની માનસિક નિર્બળતાની મજાક ઉડાવી રહ્યો