પ્રતિક્ષા ૧૯

(137)
  • 4.2k
  • 7
  • 2.1k

ઘરે આવ્યો ત્યારથી જ કહાન ચુપચાપ હિંડોળે ઝૂલી રહ્યો હતો. દેવે તેને અત્યાર સુધીમાં ત્રણ વખત જમવા માટે બોલાવ્યો પણ તેણે કોઈ જ પ્રત્યુત્તર નહોતો આપ્યો. તે ઘૂંટાઈ રહ્યો હતો મનમાં ને મનમાં. તે જાણતો હતો કે ઉર્વાથી છુપાવીને તે મુર્ખામી કરી રહ્યો છે.જયારે તેને ખબર પડી કે ઉર્વિલનું ડેથ પ્લાનિંગ અમદાવાદમાં છે ત્યારે તો તેણે ઉતાવળમાં નિર્ણય લઇ લીધો હતો ઉર્વાથી બધું જ છુપાવવાનો પણ હવે તેને પસ્તાવો થઇ રહ્યો હતોતેને વારંવાર અત્યારે જ જઈને ઉર્વાને બધું કહી દેવાની ઈચ્છા થઇ આવતી પણ હવે બહુ મોડું થઇ ગયું હતું... જો હવે તે ઉર્વાને કંઈ પણ કહેશે તો ઉર્વા તને