સપના અળવીતરાં ૫

(51)
  • 3.4k
  • 2
  • 1.5k

સપના અળવીતરાં ૫ “કામ ક્યા કરના હોગા, સાબ? ”આ સવાલ સાથે જ છોટુના માસુમ ચહેરા પર આવેલા ભાવપલટાને કારણે આદિત્ય અંદર સુધી હચમચી ગયો. આટલી નાની ઉંમરે આણે જિંદગી ના કેટલાય ખેલ જોઇ લીધા હશે! ચહેરા પર એ જ સ્મિત સાથે આદિ એ કહ્યું, “વાતો. આજે મારો વાતો કરવાનો મૂડ છે અને આ મારો ફ્રેન્ડ મોં માં મગ ભરીને આવ્યો છે. ”આ સાંભળી છોટુ ખડખડાટ હસી પડ્યો. તેણે ત્યાં ને ત્યાં જ પલાંઠી વાળીને અડિંગો જમાવી દીધો. તેને જોઇને કે. કે. અને આદિએ પણ ભીની રેતી મા બેઠક જમાવી. ચા ના ઘુંટડે ઘુંટડે વાતોની રંગત જામી. છોટુ પણ બરાબર નો ખીલ્યો હતો.