ચાલો આજ ફરી આપણે પોતપોતાની કોલેજમાં જઈએ, કોઇ એવુ પૂછે કે તમારી જીંદગીના મજેદાર દિવસો ક્યા ???એટલે તરત જ મોઢામાંથી શબ્દો નીકળે કે, અરે એ તો કોલેજના....!!! લાઇફનો ગોલ્ડન પિરીયડ એટલે કોલેજના દિવસો.ના કોઇ બંધન કે ના કોઇ ટેન્શન, આ એવા દિવસો કે ત્યારે આપણી પાસે બધુ હોય છે, મજાક મસ્તી કરવાની ઉંમર , પૂરતો સમય અને BPL કાર્ડ (છેલ્લા શબ્દ થોડુક વિચારસો એટલે સમજાય જશે).મારા મત મુજબ તો ગોલ્ડન નહી પણ પ્લેટીનમ પિરીયડ કહેવો જોઇએ. કોમર્સ અને આર્ટ્સ વાળાની સરખામણી