ભેદી ટાપુ - ખંડ બીજો - 11

(257)
  • 10.5k
  • 16
  • 6.5k

જૂન મહિનો બેઠો અને શિયાળાનું આગમન થયું. ઉત્તર ગોળાર્ધમાં ડિમેમ્બર મહિનામાં જેવી મોસમ હોય તેવી મોસમ દક્ષિણ ગોળાર્ધમાં જૂન મહિનામાં હોય છે. ગરમ કપડાં તૈયાર કરવાનું કપ્તાને હાથમાં લીધું. ઘેટાંઓનું ઊન કાપી લીધું. કપ્તાન પાસે કાંતવાનાં કે વણવાનાં કોઈ યંત્રો હતાં નહીં. આથી તેણે સાદો રસ્તો અપનાવ્યો. આ રસ્તો ઊનને દબાવીને વસ્ત્રો તૈયાર કરવાનો હતો. પ્રારંભમાં ઊનને ધોવી, સાફ કરવી વગેરે પ્રાથમિક પ્રક્રિયાઓ કરવામાં આવી. ચોવીસ કલાક સુધી તેને પાણીમાં પલાળી રાખી. પછી તેને ધોવાના સોડાથી ધોઈ નાખવામાં આવી, કેટલોક સમય તેને સુકાતાં લાગ્યો. આ રીતે કાચો માલ તૈયાર થઈ ગયો.