લાઇમ લાઇટ ૪

(273)
  • 7.5k
  • 7
  • 4.5k

લાઇમ લાઇટ -રાકેશ ઠક્કર પ્રકરણ- ૪ "લાઇમ લાઇટ" નો પ્રચાર વેગ પકડી રહ્યો હતો ત્યારે રસીલી સાથેના નિર્દેશક પ્રકાશચન્દ્રના ચુંબન દ્રશ્યએ તેમના ઘરમાં ગ્રહણ સર્જી દીધું હતું. રસીલી સાથેનો એ ફોટો જોયા પછી પત્ની કામિનીને શું જવાબ આપવો એ પ્રકાશચન્દ્રને સમજાતું ન હતું. કામિનીને જવાબ આપતાં પહેલાં તેમણે સાગર સાથે ચર્ચા કરી લીધી હતી. તે દુનિયાને એ ફોટો બનાવટી હોવાનું કહેવાના હતા પણ કામિનીને શું ખુલાસો કરવો એ સમજાતું ન હતું. અને કામિની અચાનક ક્યાંક જતી રહી એટલે પ્રકાશચન્દ્રની ચિંતા બેવડાઇ હતી. આટલા વર્ષોમાં પહેલી વખત આ સ્થિતિનો તે સામનો કરી રહ્યા હતા. પહેલી વ્યવસાયિક ફિલ્મ માટે અંગત જીવનમાં મોટી