સંભવામિ યુગે યુગે ભાગ ૧૮

(80)
  • 4k
  • 5
  • 2k

કોલેજ પહોંચીને સોમ લાયબ્રેરી તરફ જતો હતો પણ ભુરાનાં આગ્રહવશ સોમ લેક્ચર માં બેઠો પાયલે સોમ ની તરફ જોઈને સ્મિત આપ્યું . આ ત્રણ ચાર દિવસ માં તો તે પાયલ ને જાણે ભૂલી ગયો હતો અજબ સ્તિથી થઇ હતી સોમ ની ક્લાસ માં શારીરિક રીતે હાજર હોવા છતાં ગેરહાજર હતો. પાયલ ને અગાધ પ્રેમ કરતો હોવા છતાં આ સમયે તેના મનમાંથી પ્રેમ અદ્રશ્ય હતો. લેક્ચર પૂરું થયા પછી તે બહાર જવા જતો ત્યાં જ પ્રોફેસર અનિકેતે તેને રોક્યો અને કહ્યું કેમ છે સોમ? કેવી છે તારી તબિયત ? ગામડે બધા કેમ છે ? સુંદરદાસજી બાપુ ને મળ્યો હતો કે ?