ક્ષિતિજ મોઢું વિલુ કરીને પોતાનો ચેર પર બેઠો અને બોલ્યો. “ સાચે જ.. આ પપ્પા ને એકવાર ખાલી અમસ્તા જ કહ્યુ કે તમે જેમ કહો તેમ..એટલામાં તો એણે સગાઇ સુધીની વાત નકકી કરી નાંખી..મને ...તો..ડર લાગે છે યાર અવિ . બ્લાઇન્ડ ગેમ રમતાં રમાઇ ગઇ. હવે બાજી સારી નીકળે પ્રાર્થના કર ભાઇ..”એટલામાં પ્યુને આવીને કહ્યુ .“ સાહેબ કોઈ મળવાં આવ્યુ છે..”“ કોણ છે..? “ક્ષિતિજે પુછ્યુ. પ્યુન જવાબ આપે એ પહેલાંજ ક્ષિતિજ ની કેબીનનો દરવાજો ખૂલ્યો. અને ક્ષિતિજ ત્યાંજ પોતાની જગ્યા પર ઉભો થઇ ગયો. “ તું અહીયાં..!! અ..અઅ..ત્યારેએએએ.,?”ક્ષિતિજ અને અવિનાશ બંને પોતાનો જગ્યાએ આશ્ર્ચર્યથી ઉભા થઇ ગયા હતાં. બંનેની આંખો એ વ્યકિત