(ગયા પ્રકરણમાં આપે વાંચ્યું કે ડેન્વર્સ કેર્યુંની હત્યા કર્યા પછી, જેકિલને હાઇડના અમાનુષી કૃત્ય બદલ જબરદસ્ત પસ્તાવો થયો હતો. બાદમાં તેણે, ફરી ક્યારેય હાઇડ ન બનવાનો મક્કમ નિર્ણય કર્યો હતો. હવે આગળનું કબૂલાતનામું જેકિલના શબ્દોમાં...) ડેન્વર્સ કેર્યુંની હત્યાના સમાચાર બીજા દિવસે ‘જંગલમાં આગ’ની જેમ પ્રસરી ગયા હતા. હત્યા કરનાર હાઇડ હતો તે પણ જાહેર થઈ ચૂક્યું હતું. લોકોમાં એટલો આક્રોશ ફાટી નીકળ્યો હતો કે હાઇડ ક્યાંક દેખાઈ જાય તો લોકો તેને રસ્તા પર જ મારી નાખે અથવા ફાંસીએ ચડાવી દે. માટે, હાઇડ પાસે છુપાઈ રહેવા (જેકિલ બની રહેવા) સિવાય બીજો કોઈ રસ્તો બચ્યો ન