રહસ્યના આટાપાટા - ભાગ 17

(101)
  • 6.5k
  • 11
  • 2.8k

(ગયા પ્રકરણમાં આપે વાંચ્યું કે... ડેન્વર્સ કેર્યુંની હત્યાના બે મહિના પહેલા એક સવારે, જેકિલને ઊંઘમાં કંઈક વિચિત્ર લાગણી અનુભવાઈ હતી અને તે જાગ્યો ત્યારે હાઇડ બની ગયો હતો. મતલબ, દ્રાવણ પીધા વગર જ તેનો દેહ આપમેળે પરિવર્તન પામ્યો હતો ! હવે, જેકિલનું આગળનું કબૂલાતનામું વાંચો.) ‘હું રાત્રે જેકિલ તરીકે સૂતો હતો તો સવારે હાઇડ તરીકે કેવી રીતે જાગ્યો’ તે વિચાર આવતાં ધ્રૂજી ઊઠ્યો. હવે, હાઇડમાંથી જેકિલ બનવા દ્રાવણ પીવું જરૂરી હતું, પરંતુ તે માટેના જરૂરી રસાયણો લેબોરેટરીની કૅબિનમાં હતા અને હું જેકિલના બેડરૂમમાં હતો. વળી, સવાર પડી ગઈ હોવાથી નોકરો કામે લાગી ગયા હતા.