ઈશ્કવાલા Love - ભાગ ૮

(82)
  • 4.2k
  • 20
  • 1.9k

       એક દિવસ કેયાને ઘરે મૂકી આવીને KD બાઈક સ્ટાર્ટ કરતો હતો કે ત્યાં જ રતિલાલભાઈ આવ્યા. KDને કહ્યું કે " જો કૃણાલ કેયા સાથે મિત્ર બનીને રહીશ તો મને વાંધો નથી પરંતુ..... કેયા ખૂબ લાડકોડમાં ઉછરી છે. કેયાને હાઈફાઈ લાઈફ સ્ટાઈલની આદત છે અને તું એની જરૂરિયાત પૂરી નહિ કરી શકે. શાનમાં સમજી જાય તો તારા માટે સારું છે નહિ તો......તું સમજી જ ગયો હશે કે હું શું કહેવા માંગુ છું. તું સમજદાર છોકરો છે.""જી અંકલ તમે શું કહેવા માંગો છો તે હું સમજી ગયો." એમ કહી KD ત્યાંથી નીકળી જાય છે.   KD કેયાને પ્રેમ કરતો હતો.