વ્હાઇટ ડવ ૧૧

(153)
  • 4.3k
  • 15
  • 3.1k

(કાવ્યાએ શશાંક સાથે મળીને વ્હાઈટ ડવ હોસ્પિટલમાં થતી આત્મહત્યા પાછળનું કારણ જાણવા પ્રયત્નો શરૂ કર્યા છે. જે અંગ્રેજ પાસેથી હોસ્પિટલની જમીન ખરીદીદેલી એ અંગ્રેજની એના પરિવાર સહિતની એક તસવીર હોસ્પિટલમાં હતી જે સિસ્ટર માર્થા એના ઘરે લઈ ગઈ છે, આ ઉપરાંત સિસ્ટર માર્થા સીધી રીતે હોસપિટલમાં થતી આત્મહત્યા સાથે જોડાયેલી છે એવું કાવ્યા સપનામાં જુએ છે. કાવ્યા સિસ્ટર માર્થાના ઘરે જવા તૈયાર થાય છે.....) વલસાડ જિલ્લાનાં ધરમપુર તાલુકામાં વિલ્સન હિલની તળેટીમાં થોડે અંદરની બાજુએ વ્હાઈટ ડવ હોસ્પિટલ આવેલી હતી. વિલ્સન હીલ પર માર્થાનું ઘર આવેલું હતું. કાવ્યાની સાથે સિસ્ટર માર્થા શશાંકની ખુલ્લી જીપમાં બેસીને વિલ્સન હીલ પર ચઢાણ કરી રહ્યાં