રોશની

(21)
  • 3.7k
  • 1
  • 645

રોશની        'શું થયું બેટા' ?શ્રધ્ધાબેને વ્હાલથી રોશનીને પૂછ્યું.        'કશું નહિ ટીચર', હળવેકથી રોશની બોલી.            રોશનીના અવાજથી કંઈ તકલીફ હોવાનું જાણી શ્રધ્ધાબેને પેહલા તો એને બેસવા કહ્યું પણ ભણાવતાં-ભણાવતાં એનું નિરિક્ષણ કરતા રહ્યા. ને થયું એવું કે રિશેષ પડી કે બધી છોકરીઓ ટીફીન લઇ જમવા લાગી. જયારે રોશની બેંચ પર આડી પડી અને ઊંઘી જ ગઈ.            રીશેષમાં રોશનીને પૂછું એ વિચારે તેની પાસે પહોંચેલા શ્રધ્ધાબેને જોયું તો રોશની ઘસઘસાટ ઊંઘી ગઈ હતી.શ્રધ્ધાબેને વર્ગના અન્ય બાળકોને ચુપ રેહવાનો ઈશારો કર્યો અને રોશનીને સુવા દીધી.તરત જ શ્રધ્ધાબેન સ્ટાફરૂમમાં ગયા અને બીજા ટીચેરોને જણાવ્યું કે એમના વર્ગની રોશનીની તબિયત સારી