લાઇમ લાઇટ ૩

(279)
  • 8.5k
  • 9
  • 5.8k

લાઇમ લાઇટ -રાકેશ ઠક્કર પ્રકરણ- ૩ "લાઇમ લાઇટ" ની હીરોઇન રસીલી સાથે તેના નિર્દેશક પ્રકાશચન્દ્રનો ચુંબન કરતો ફોટો ચકચાર મચાવી રહ્યો હતો. મીડિયાને તો મસાલો મળી ચૂક્યો હતો. પણ એ ફોટો પ્રકાશચન્દ્રની પત્ની કામિની માટે તીખું મરચું સાબિત થઇ રહ્યો હતો એ પ્રકાશચન્દ્ર સમજી શકતા હતા. કામિનીએ એ ફોટો બતાવીને તેનો જવાબ માગ્યો ત્યારે "એક મિનિટ" ની રજા લઇને તેમણે માહિતી મેળવવા પીઆરનું કામ કરતા સાગરને ફોન લગાવ્યો. તેમને હતું કે સાગર ફિલ્મના પ્રચાર માટે કોઇપણ ગતકડું મૂકી શકે છે. પણ જ્યારે સાગર પોતે આ વાતથી અજાણ હોવાનું કહી રહ્યો હતો ત્યારે પ્રકાશચન્દ્રનું મગજ ચકરાઇ ગયું. પોતાની ફિલ્મની હીરોઇન સાથે