સંભવામિ યુગે યુગે ભાગ ૧૬

(82)
  • 4.1k
  • 6
  • 1.9k

બીજે જ દિવસે સોમ પળીયા જવા નીકળ્યો . તેના મનમાં ઘણા બધા પ્રશ્નો હતા અને ઊંડે ઊંડે આશા હતી કે તેને તેના પ્રશ્નોના ઉત્તરો પળીયા માં મળશે. છેલ્લે રંગા તો હતોજ તે તેના પ્રશ્નો નો ઉત્તર આપશે. પળીયા જવાનો ઉદ્દેશ ફક્ત પોતાના પ્રશ્નોના ઉત્તરો નહિ પણ તેનું મન અશાંત હતું તેને શાંત કરવાનો ઉપાય હતો કદાચ સુંદરદાસજી બાપુ પાસે કોઈ રસ્તો હોય . કોઈની હત્યાનો મન પર બોજ જીવનભર રાખવા માંગતો નહોતો . એક મન કહેતું હતું કે હત્યા તેણે કરી હતી અને એક મન કહેતું હતું કે હત્યા નું કારણ પેલી તલવાર હતી જે તેને સુમાલીએ આપી હતી .