ભેદી ટાપુ - ખંડ બીજો - 8

(258)
  • 9.3k
  • 17
  • 5.7k

જાન્યુઆરીનું પહેલું અઠવાડિયું તેમણે કપડાં સીવવાનું ગાળ્યું. બલૂનનું કપડું હતું. સોય અને દોરા પણ હતા. બીજાને દરજીકામ ઓછું ફાવ્યું. પણ ખલાસી દરજીકામમા પ્રવીણ હોય છે. એ જાણીતી વાત છે. કેટલાંક ડઝન ખમીસ અને મોજાં સીવવામાં આવ્યાં. તેમાંથી ઓછાડ પણ બનાવવામાં આવ્યા. આ દિવસોમાં તેમણે સીલના ચામડામાંથી જોડા સીવી લીધા. આ બૂટ દેખાવમાં રૂપાળાં ન હતાં, પણ પહેરવામાં અનુકૂળ હતાં અને પગમાં જરાય કઠતાં ન હતાં.