જેની ફોરમ ફટકેલી ..! આ વાત કાગ બાપુએ કહેલી છે, કે “ જેની ફોરમ ફટકેલી એને જ ચૂલે ચઢવું પડે છે, ઓલી આવળ અલબેલી એને કોણ પૂછે છે કાગડા...! “ ઉબાડિયા તો પાપડીના જ થાય, ભીંડાના નહિ..! એટલે સ્વાભાવિક છે કે, બફાવાનું પાપડીએ જ આવે..! એટલે ચૂલે ચઢવાનું એને જ આવે. જો ભીંડાના ઉબાડિયા થતાં હોત તો, બારેય માસ એના માંડવા તણાયેલા હોત. પણ પાપડીની એ મોનોપોલી છે કે, ઉબાડિયા માટે બીજા કોઈને એણે પ્રવેશ કરવા દીધો નથી. એટલે તો ભગવાન શ્રી રામ વનવાસ પૂરો કરીને જાણે અયોધ્યામાં આવવાના હોય, એમ લોકો પાપડીના જન્મારાની ટાંપીને રાહ જુએ.