મહેક ભાગ-૫વાંકાચૂકા પથ્થરીલા ચડાણવાળા રસ્તેથી જંગલના મધ્ય ભાગમાં એક નાનકડા મકાન પાસે આવી પેલા બેય વ્યક્તિ ઉભાં રહ્યાં. ચોતરફ એક નજર કરી પછી એ બંને મકાનની અંદર ચાલ્યાં ગયાં.. મહેક એક ઝાડ પાછળ છુપાઈને જોઈ રહી છે કે હવે પ્રભાત શું કરે છે?પ્રભાત એક મોટા પથ્થરની આડમાં મકાન તરફ નજર રાખી ચુપચાપ ત્યાં બેસે છે. જાણે પ્રભાત, મહેકની ધીરજના પારખા કરતો હોય તેમ બેગ ખોલી એક પેકેટ અને પાણીની બોટલ કાઢે છે. પેકેટ તોડી તે આરામથી ખાઈ છે.. મહેક તેને જોઈ રહી હતી. પાણીની બોટલ જોઈ મહેકને પણ પાણી પીવાની ઈચ્છા થઈ હતી પણ બેગ તો કાજલ પાસે રહી ગઈ