લંકા દહન - 6

(19)
  • 3.6k
  • 1
  • 1.3k

તારો દોસ્ત સાચો સાધુ થવા નીકળ્યો છે. સુરતના આશ્રમમાં એક ભગતની દીકરીઓને સેવિકા બનાવવાના કામમાં આડે આવવાની કોશિશ કરી રહ્યો છે, આવા માણસને તે આપણી સંસ્થામાં કોને પૂછીને પ્રવેશ આપ્યો ? તું પણ થોડો સતવાદીનું પૂછડું થયો હતો. હવે તારો આ ભાઈબંધ ! જો કે એને તો ઠેકાણે પાડી જ દેવાનો છે. પણ તારું પદ પણ આજથી જ છીનવી લેવામાં આવે છે અને તને અહીં અમેરિકામાં નજરકેદ કરવામાં આવે છે. એટલે આજથી તારે કંઈ જ પ્રવુતિ કરવાની નથી અમેરિકા સ્થિત આશ્રમમાં અધિપતિએ જગદીશની પાંખો કાપી નાખી હતી.અને કોઈ પણ સંજોગોમાં રમણ સાથે સંપર્ક ન થાય એવી રીતે વ્યવસ્થા ગોઠવાઈ