આકાંક્ષા અમોલ નો અવાજ સાંભળી ને બહાર આવી. થોડી વિસામણમાં પડી ગઈ. કૃતિ એ મીઠાઈ નું બોક્સ ખોલ્યું અને એક - એક મીઠાઈ આકાંક્ષા અને અમોલ નાં મોં માં મૂકી દીધી અને કહ્યું ; " કોંગ્રેચ્યુલેશન્સ !!! " દમયંતીબહેન અને ભરતભાઈ એ પણ ખૂબ આશીર્વાદ આપ્યા. એટલા માં ગૌતમ પણ આવી ગયો અને સૌ એ એકબીજા નું મોઢું મીઠુ કરાવ્યું. દમયંતી બહેને સમાચાર આપવા માટે વડોદરા ફોન કર્યો. બા ની ખુશી નો તો કોઈ પાર જ નહોતો રહ્યો .આખરે એમના વ્યાજનું વ્યાજ આવવા નું હતું. મુંબઈ આવવાની ખૂબ ઇચ્છા વ્યક્ત કરી. અમોલે એમને લેવા જવા ની વ્યવસ્થા કરવા ની