રાધાપ્રેમી રુક્મણી ભાગ - 5

(48)
  • 4.6k
  • 2
  • 2.1k

પૂર્વાનુભાવ (ગતાંક નો સારાંશ) ઃ વેદના,વિષાદ,વ્યથા,પ્રણય ની પરાકાષ્ઠા, પરિભાષા, પરિકથા,કેવા કેવા ભારે-ભરખમ શબ્દો ની સુનામી વચ્ચે મિત્રો હું તમનેં એકલાં મુકી ને ગાયબ થઈ ગઈ. વિચારો નાં વમળો માં હિલોળા લેતાં તમેં સૌ ,ખરેખર...બહું વ્હાલાં છો મારાં એટલે જ જલદી પાછી પણ આવી ગઈ. હવે આગળઃ રુક્મણી નો હાથ છોડાવી દ્વારકાધીશ એમની જવાબદારી ઓ નિભાવવા રાજદરબાર ચાલ્યા.રુક્મણી હવે, મહર્ષિ નારદ નેં મળવા ઉત્સુક મહેલ નાં પ્રાંગણમાં આમતેમ આંટાફેરા કરી રહ્યા છે. રાજકાર્યો ની વાતો પતાવી દ્વારકાધીશે મહર્ષિ નારદ નેં રુક્મણી નાં વિષાદ ની વાત કરી અનેં તેનેં સંતોષવા વિનંતી કરી. ગમે ત્યારે, ફાવે તેમ ફરનારાં અનેં બોલનારાં મહાજ્ઞાની નારદમુની નાં