પ્રણય સપ્તરંગી પ્રકરણ - 2 અમી, સીમાનો કાગળ લઇને એકટીવા ઉપર સાગરનાં ઘરે પહોંચી. સાગરનો બંગલો મધ્યમ કદનો પરંતુ સુંદર હતો વિશાળ બગીચાવાળો અને કલાત્મક દેખાતો હતો. અમીએ કાગળનું કવર લઇને કમ્પાઉન્ડનો મુખ્ય ગેટ ખોલવાનો પ્રયત્ન કર્યો ત્યારે સામે સાગરનાં પિતા કંદર્પરાય એમનાં પોલીસનાં પોશાકમાં પૂરા રુઆબ સાથે એમનાં મદદનીશ સાથે બંગલાની બહાર નીકળી રહ્યા હતા અમી દરવાજો (ગેટ), ખોલે પહેલાંજ એમનાં મદદનીશે ખોલી નાંખ્યો અને પૂછ્યું તમારે કોનું કામ છે ? અમીએ કહ્યુ અંકલ મારે સાગરભાઇનું કામ છે. એટલે કંદર્પરાયે કહ્યું ભલે જા અંદરજ છે અને પોતે આગળ વધી ગયાં મદદનીશે ગેટ બંધ કર્યો. પરંતુ કંદર્પરાય અચાનકજ