હતી એક પાગલ..!!:-ભાગ 3 ના ઈચ્છવા છતાં આજે શિવ ને જુની સ્મૃતિઓ મન,હૃદય અને આંખોનાં દરેક ખૂણા ને રક્ત મિશ્રિત અશ્રુથી ભીંજવવા આવી પહોંચી હતી..આ યાદો જાણે કોઈ સિરિયલ કિલર હોય એમ દબાતાં પગલે તમારી નજીક આવતી હોય છે અને તમને ખબર પણ ના પડે એ રીતે તમને મોત ની ચીરનિંદ્રા માં સુવડાવી મુકતી હોય છે..શિવ ને એની જીંદગીનો કેવો ભુતકાળ યાદ આવી રહ્યો હતો એની વાત કરું એ પહેલાં બે પંક્તિ પ્રેમમાં મળતી આવી ગમતી-નાગમતી યાદો ને નામ. मौहब्बत की मिसाल में, बस इतना ही कहूँगा । बेमिसाल सज़ा है यादें इसकी किसी बेगुनाह के लिए। એ