મનોજભાઈ ની મથામણ... 1

  • 4k
  • 4
  • 1.2k

મનોજભાઈ માસ્તર સ્વભાવે ખૂબ મોજીલા, આનંદી, ટીખળી પણ ખરા થોડા. અમરેલી જિલ્લાના ધારી તાલુકા નજીક ના ગામ માં બે હજાર અગિયાર ની ભરતી માં સાયન્સ શિક્ષક તરીકે જોડાયા હતા. નોકરી મળી એટલે સાહેબ ને છોકરી પણ મળીજ ગઈ ને ઘડિયા લગ્નની શરણાઈઓ પણ વાગી ગઈ. આજે જુવો તો મનોજભાઈ માસ્તર, પત્ની શિલ્પા, દીકરી ધરા, અને દીકરો કુશ. અને મનોજભાઈ ખુશ. સાહેબ 4500 ફિક્સપગાર થી વિદ્યાસહાયક તરીકે જોડાયેલા, અને ધીરેધીરે એમના પરિવાર ની જેમ ફિક્સપગાર પણ વધતો ગયો. ગમેતેવી પરિસ્થિતિ હોય મનોજભાઈ ખુશ જ રહે. શિલ્પા ને કહે પણ ખરા કે જો શિપુ આપડી જરૂરિયાતો જેમ વધતી જાય