ખાલીપો...

(21)
  • 4.8k
  • 1
  • 1k

દાદા ની ઉંમર 90 વર્ષ થી વધારે હતી. સ્મશાનેથી અંતિમ ક્રિયા પતાવી બધા ઘરે આવી ગયા. હમણાં લોકો બેસણામાં આવવા લાગશે. એટલે તેની બેઠક ની તૈયારી ચાલુ થઈ ગઈ. સફેદ ગાદલા ને પાથરણાં પાથરી દેવામાં આવ્યા. ગામડામાં બાર દિવસ સુધી બેસણું ચાલુ હોય છે. ગામના ને બહારગામના સગા વહાલાઓ પોતાના સમયની અનુકૂળતા પ્રમાણે આવતા રહે છે. દાદા મોટી ઉંમરના હતા, એટલે કાણ લઈને આવતી બહેનું દીકરીઓ ને પણ રોકકળ કરવાની ના પાડતા હતા. એ... દાદા પાછળ રામનામ લો એમ કહેતા. આમ