પ્રકરણ-1 સવારનો સમય છે, 9 વાગ્યાં એ વાત એલાર્મ ગાજી ગાજીને બોલી રહ્યો હતો. ઘરની બહાર રહેલી ગાડીનું હોર્ન પણ અલાર્મની જેમ વાગી રહ્યું હતું. સવારનો સૂર્ય વાદળોની કિનારીઓમાંથી પોતાની ગરમી ધરતી પર રેડી રહ્યો હતો. ફુલ્લી ગ્લાસડ બારી માંથી આ સૂર્યનો આછો તડકો એક 19 વર્ષ ના છોકરાના ગાલ પર અથડાય રહ્યો હતો. સવારનાં સોનેરી નજારામાં મેજર આનંદ પોતાના એક ના એક દીકરાને ઉથડવા તેના રૂમનો દરવાજો ખોલી અંદર આવ્યાં. મેજર આનંદ એક રિટાયર્ડ આર્મી ઓફિસર હતાં, બે વર્ષ પહેલાં જ એમને આર્મી માંથી રીટાયર્ડ થયા હતાં. રાજકોટમાં વૃંદાવન પાર્ક