અભણ સરપંચ...

(22)
  • 6.2k
  • 2
  • 1.3k

ઝેરડા નામનું 10,000 જનસંખ્યા ધરાવતું એક બહુજ સુખી ગામ હતું. ગામમાં લોકોનો આમ મુખ્ય વ્યવસાય તો ખેતી અને પશુપાલન નો હતો અને એમાં અમુક લોકો સરકારી મુલાઝીમ પણ હતા. ગામનું વાતાવરણ બહુજ રમણીય અને શાંત રહેતું.ગામની અંદર પ્રવેશતાં જ જમણી તરફ એક મોટું તળાવ અને એના કિનારે એક ઘટાદાર વડલો હતો. એ વડલા નીચે નાનું એવું આગમાતાજીનું મંદિર હતું. ત્યાં દરરોજ સાંજે નાના બાળકોની મંડળીઓ રમતી અને વડલાની વેલો પર હિંચકા ખાતી જોવા મળતી. આગળ વધતાં ગામની એક માત્ર સ્કૂલ આવતી જે આજુબાજુ ના ગામોની સ્કૂલોનું મુખ્યમથક હતું પરંતુ કહેવા ખાતર જ કારણકે ત્યાં ભણતર ના નામે ખાલી પાસ નું