રહસ્યના આટાપાટા - ભાગ 13

(112)
  • 6.9k
  • 12
  • 2.8k

ડૉ. લેનીયનનું વૃત્તાંત... “આજથી ચાર દિવસ પહેલાં, નવમી જાન્યુઆરીની સાંજે મને એક પત્ર મળેલો. તેના પર આપણા સ્કૂલ ફ્રેન્ડ હેન્રી જેકિલના અક્ષર હતા. આમ તો અમે કેટલીય વાર સાથે જમ્યા છીએ, રમ્યા છીએ, જોડે બેસીને ગપ્પાં લડાવ્યાં છે, પણ ક્યારેય આવો પત્રવ્યવહાર કર્યો નથી એટલે પત્ર જોઈ મને સાનંદાશ્ચર્ય થયેલું. સાચું કહું તો અમારો સંબંધ જ એવો નથી કે તેમાં આવી ઔપચારિકતાની જરૂર પડે. તો ય ‘જેકિલે પત્ર કેમ મોકલ્યો હશે’ એમ વિચારી મેં કાગળ ખોલ્યો, અંદર લખ્યું હતું... “પ્રિય લેનીયન, તું મારો સૌથી જૂનો મિત્ર છે. ભલે, કેટલાક વૈજ્ઞાનિક મતભેદના કારણે આપણે એકબીજાથી અલગ થઈ ગયા હતા,