દ્વિધા

(42)
  • 3.1k
  • 4
  • 1.1k

હેલ્લો રાધિકા,તારો કાલે શું પ્લાન છે ? ફોન નું રીસીવર ઉઠાવતા જ સામે થી અવાજ આવ્યો.રાધિકા એ વિસ્મય થી પુછ્યું કે હેલ્લો! રોહન પણ વાત શું છે એ તો કહે? રોહન બોલ્યો: કાલે મારી વર્ષગાંઠ છે તો સાંજે સાત વાગ્યે કૉફી શોપમાં પાર્ટી રાખી છે તારે આવવાનું છે. આટલું કહીને રોહને ફોન મૂકી દીધો. ડૉ. રાધિકા અને ડૉ.રોહન વડોદરાની એક મોટી હોસ્પિટલમાં સાથે ઈન્ટર્નશીપ કરતા હતા.રાધિકા ખૂબ જ શાંત અને સરળ સ્વભાવ ની હતી.એ ગરીબ ઘરની છોકરી હતી પરંતુ દિલથી એ અમીર હતી..એ એનું બધું કામ ચીવટ પૂર્વક પૂરું પાડતી. અરે ઘણી વખત