પિશાચ

(34.8k)
  • 4.6k
  • 13
  • 1.1k

સાસણ શહેરની સીમાઓ પૂરી થઇ અને ગામડાંઓની શરૂઆત થઇ હતી. એ ગામડાંઓના છેડે ઘનઘોર જંગલ હતું.જેની ઘણીબધી લોકવાયકાઓ પ્રચલિત હતી.જેમાંથી મોટાભગની “ડ્રેક્યુલા” ગામઠી ભાષામાં ‘પિશાચ’ની હતી.ગામડાંના લોકો સૂરજ ઢળ્યા બાદ જંગલમાં જવાથી ડરતા. દિવસના પણ જંગલનાં એ ભાગમાં ન જતાં જ્યાં એ પિશાચનું રહેઠાણ..એક ખંડેર જેવું મકાન હતું,પણ આ શહેરનાં યુવાનોને કોણ સમજાવે..!!“સાહેબ,રાત્રે આ જંગલમાં ન જશો..પિશાચ રહે છે અહીં,તમારું લોહી પી જશે. એના જેવા બનાવી દેશે.”ગામડાની પુખ્ત વયના મોહનભાઇ એ શહેરી યુવાનને સમજાવી રહ્યા.વિક્રમ નામ હતું એનું.સવારથી ગામડાની છેડે આવેલ ઘર પાસે બેઠો હતો.તે મકાનના માલિક મોહનલાલને જંગલ વિશે પૂછી રહ્યો હતો,ખાસ તો પિશાચ વિશે.મોહનલાલે તેને જણાવ્યું કે ઘણા