સફળતા કોઈનો ઇજારો નથી

(40)
  • 6.1k
  • 24
  • 1.9k

આ જગતના સામાન્યથી સામાન્ય માનવીથી લઈ મહામાનવ સુધી, મૂર્ખથી લઈ વિદ્વાન સુધી, ગરીબ અને ભિખારીથી લઈ ધનવાનો સુધી, અભણથી લઈ ડોકટરેટ કરેલા સ્કોલરો સુધી, રસ્તા ઊપરથી કચરો સાફ કરનાર સ્વીપરથી લઈ આખા દેશની ટીમના સ્કીપર સુધી, મજૂરથી લઈ મેનેજર સુધી, સામાન્ય કાર્યકરથી લઈ મોટા નેતા સુધી, ટૂંકમાં ઝીરોથી હીરો સુધી બધાને એની તમન્ના છે, અને એને પામી લેવા માટેની લાયકાત હોય કે ન હોય, પરીશ્રમ કરવાની ખેવના હોય કે ન હોય, તો પણ બધાને એ જોઈએ છે. અને એ વસ્તુ છે સફળતા ! સફળતા વિશે ભૂતકાળમાં પણ ઘણુંબધું લખાયું હતું, હાલમાં ઘણું લખાય છે અને ભવિષ્યમાં પણ લખાવાનું. કારણ સ્પષ્ટ