આગળના ભાગમાં આપણે જોયું કે અભ્યુદય એટલે કે અભી અને સૌમ્યા કોઈની અંતિમ વિધિ માટે ગંગાના ઘાટ પર ગયા હોય છે. સ્વજન ગુમાવ્યાનો શોક અને થાકના લીધે અભીને તાવ આવી જાય છે. એના માટે પર્સમાંથી દવા કાઢતી વખતે સૌમ્યાના હાથમાં એક ફોટો આવે છે અને એ વિચારમાં ખોવાઈ જાય છે. હવે આગળ...**********સમય નામનું પરબીડિયું ઉડી જાય છે,પકડો હાથમાં તો અક્ષરો મૂકી જાય છે,નથી બદલાતી નિયતિ કે લકીરો કદી,તોય લાગણીઓ છે કે રહી જ જાય છે....કોઈક ચીટીયો ભરેને લોહીની ટસર ફૂટી નીકળે, એવો અનુભવ સૌમ્યાને થયો. અભિને તપાસી જોયો તો સહેજ તાવ હતો. મીઠાના પાણીની વ્યવસ્થા કરી તે અભિને કપાળ પર