અમે બેંકવાળા -2

(14)
  • 4.4k
  • 1
  • 2.1k

2. અને પડદો પડયો .. શાળામાં પણ મારો અમુક જગ્યાએ પહેલો દિવસ એવો નિબંધ આવતો. અમારા 14 સપ્ટેમ્બરના હિન્દી દિવસ માટે તો વહાલો વિષય. મારો પહેલો દિવસ ક્લાર્ક તરીકે ઇમરજન્સી ઉઠ્યાના તુરતના દિવસોમાં અને ઓફિસર તરીકે રોજના બે કલાકની સ્ટ્રાઈક પુરી થઈ બધું મેસ કરવામાં આવ્યું હોય કે તુરત શરૂઆત. પણ હું અથ ને બદલે ઇતિ થી શરૂ કરીશ. આ થોડું આત્મકથા જેવું લાગશે. તે પછી સામાન્ય વાતો. અંતિમ દિવસ. મારૂં રિટાયરમેન્ટ કાર્ડ આવી ગયેલું. કશું આપવા લેવાનું બાકી રહેતું ન હતું. સવારની ફરજીયાત ગાવાની પ્રાર્થના 'ઇતની શક્તિ હમેં દેના દાતા..' ચાલુ. સામે ઉભેલ સ્ટાફ સામે દ્રષ્ટિ. પ્રાર્થના પુરી થાતાં