હવસ :-IT CAUSE DEATH ભાગ-8

(480)
  • 9.9k
  • 15
  • 6.4k

હવસ :-IT CAUSE DEATH-ભાગ 8 રાધાનગરમાં કોઈકની હત્યા થઈ હોવાં ની જાણકારી આપતો કોલ રાધાનગર પોલીસ સ્ટેશનમાં આવતાં નાયક દ્વારા અશોકને જલ્દીથી ઘરે જવા નીકળેલાં અર્જુનને પાછો બોલાવી લેવાનું કહેવામાં આવે છે.જ્યારે અશોક અર્જુન ને રાધાનગરમાં થયેલાં મર્ડર નો કોલ આવતાં નાયક અંદર એને બોલાવે છે એની ખબર આપતાં અર્જુન ઉતાવળાં પગલે પોલીસ સ્ટેશન તરફ પ્રયાણ કરે છે. "નાયક કોની હત્યા થઈ છે અને કોને તને કોલ કર્યો હતો..?"પોલીસ સ્ટેશનમાં પ્રવેશતાં ની સાથે નાયક તરફ જોઈ અર્જુને સવાલ કર્યો. "સર..પંચાલ મેટલ ઇન્સ્ટ્રીનાં માલિક પ્રભાત પંચાલની હત્યા થઈ છે..પ્રભાતની લોહી નીતરતી લાશ એનાં ઘરેથી મળી આવી છે એવી