રહસ્યના આટાપાટા - ભાગ 12

(122)
  • 7.2k
  • 4
  • 3.1k

“જેકિલ, હું તને મળવા આવ્યો છું” અટરસને ઊંચા અવાજે કહ્યું. “મને તારી સલામતીની ચિંતા થઈ રહી છે એટલે હું તને રૂબરૂ જોયા વગર જવાનો નથી. હું તને ચેતવણી આપું છું કે સ્વેચ્છાએ દરવાજો ખોલી નાખ, નહિતર અમે તે તોડી નાખીશું.” “મહેરબાની કરીને એવું ન કરતા.” અંદરથી અવાજ આવ્યો. “આ જેકિલનો અવાજ નથી, હાઇડનો છે.” અટરસન બોલી ઊઠ્યો. “દરવાજો તોડી નાખ.” તેણે પોલને કહ્યું. પોલે સ્ફૂર્તિથી ખભે લટકાવેલી કુહાડી નીચે ઉતારી અને દરવાજા પર જોરથી ફટકો માર્યો. પ્રહાર થવાથી દરવાજાને ઝાટકો વાગ્યો અને અંદરથી વસાયેલી સાંકળ તેમજ આગળિયા ગાજી ઊઠ્યા. જાણે કોઈ જંગલી પ્રાણી ભયથી ચીસો પાડવા