સરિતા.

(41)
  • 4.1k
  • 4
  • 1.3k

“સરિતા” સરિતા અને સંજય સાતમાં ધોરણ સુધી સાથે જ ભણ્યા. ગામમાં હાઈસ્કુલના અભાવે સરિતાએ ભણવાનું છોડ્યું હતું. સંજય એગ્રીકલ્ચરલ ડીપ્લોમાં સુધીનું ભણતર કરીને ગામમાં પરત આવ્યો હતો. જુદા જુદા ગામોમાં ફરીને ખેતીવાડી સલાહકાર તરીકેનો અનુભવ લેવા લાગ્યો. માટીની પરખ કરવી, કઈ માટીમાં કેટલું પાણી, કેટલી દવા, ક્યા પ્રકારની દવા છાંટવી એ અંગે ગામલોકોને જાગૃત કરવા અને જાણકારી આપવી એજ એનું કામ થઇ ગયું હતું.. ક્યારેક નવરો હોય તો એ સોમાભાઈની વાડીએ આંટો મારવા આવી જતો. એની બચપણની દોસ્ત સરિતાને જોઈ મનોમન રાજી થતો. સરિતા અને સંજય બંનેએ જુવાનીના ઉંબરામાં પગ મુક્યો ત્યારથી પહેલા જેવી મોજ મસ્તી હવે નહોતી