પ્યાર તો હોના હી થા..! - ૮

(39)
  • 3.6k
  • 5
  • 1.4k

પ્યાર તો હોના હી થા..!ભાગ-૮ ❤ પ્રેમની નાજુક સ્થિતિ ❤ ????????? ઈરફાન એક ક્લાયન્ટ સાથે મીટીંગમાં હતો, અચાનક એનો ફોન રણક્યો. ઈરફાનની નજર પડી. આદિત્યનો કોલ આવી રહ્યો હતો. ક્લાયન્ટ સામે હોવાથી એને એ ઇગ્નોર કર્યો. પણ મનમાં હલચલ ચાલુ રહી. એ બેચેની એના ચહેરા પર દેખાતી હતી. પોતાને સ્વસ્થ કરવા પાણીનો એક ગ્લાસ ગટકાવી ગયો. હવે મન મીટીંગમાં નઈ, આદિત્યના કોલમાં પરોવાઈ ગયું હતું. જેટલું બને એટલું ઝડપથી ઈરફાને મીટીંગ પતાવાની કોશિસ કરી. "હેલો આદિ.." ઈરફાને મીટીંગ પછી તરત જ આદિત્યને કોલ કર્યો. "હાય ઇર્ફી.." આદિત્યના અવાજમાં થોડી હતાશા અનુભવાઈ. "શું થયું? તારો કોલ આવેલો? નિગારના કોઈ ન્યુઝ?"