કેળવણી અને કસોટી

(12)
  • 4.4k
  • 1
  • 1.6k

અંગ્રેજોએ શરૂ કરેલી શિક્ષણપદ્ધતિ આપણે અપનાવી લીધી અને છેલ્લા દોઢસો-પોણા બસો વર્ષોથી આપણે એના ચીલે ચાલી રહ્યા છીએ. એમાં કંઇક નવું કરવાનું આપણે વિચારતા નથી કે નવું કરવાની કોઇ નેમ પણ લાગતી નથી. આપણી આજની શિક્ષણ પદ્ધતિમાં રહેલી કચાશ કે ખામીઓ વિશે ચર્ચા કરવાનો અહીં કોઇ આશય નથી. કહેવાનું એટલું જ છે કે એમાં સુધારો વધારો કરવાની આવશ્યક્તા છે. આજની શિક્ષણ પદ્ધતિને લીધે વિદ્યાર્થી જ્ઞાની બનવાને બદલે માત્રને માત્ર પરીક્ષાર્થી બનીને રહી ગયો છે. વિદ્યાર્થી આખા વર્ષમાં કરેલી ગોખણપટ્ટીને અંતે પરીક્ષામાં જવાબ તો સારા લખી આવે છે પણ જીવનની પરીક્ષામાં ગડથોલું ખાઇ જાય છે. ટેક્સ્ટબુકના પાઠની